Tue. Oct 14th, 2025

UPSC: યુપીએસસી ટોપર હર્ષિતા ગોયલ ની સંઘર્ષ યાત્રા.

UPSC Topper Harshita Goyal: યુપીએસસી સીવીલ સેવા પરીક્ષા ૨૦૨૪ માં રેન્ક – ૨ મેળવવા વાળી હર્ષિતા ગોયલ નું જીવન સારું બનાવવું અને ગરીબ અને જરૂરિયાત મંદ બાળકો ના માટે કામ કરવાનું છે, જેથી તેમને સરકારી સુવિધા નો લાભ મળી શકે.

UPSC Topper 2025: લોક સેવા આયોગ (UPSC)

એ આજે ૨૦૨૪ નું પરિણામ ની ઘોષણા કરી જેમાં કુલ ૧૦૦૯ ઉમેદવારોએ સફળ થયા છે, જેમાં હર્ષિતા ગોયલ ભારતીય રેન્ક – ૨ નું સ્થાન પ્રાપ્ત કરેલ છે. હર્ષિત મૂળ હરિયાણા ની વતની છે પણ કેટલાક વર્ષો થી ગુજરાત ના વડોદરા માં રહે છે. હર્ષિતા એ ચાર્ટડ એકાઉન્ટ ની ડિગ્રી પણ હાંસલ કરેલ છે.

હર્ષિતા ગોયલ પોતાના પરિવાર ની પહેલી વ્યક્તિ છે જે ભારતીય સેવક બનવા જઈ રહી છે. હર્ષિતા ને પોતાના પરિવાર નો ખૂબ સપોર્ટ મળ્યો છે ખાસ કરી ને તેમના પિતા નો. હર્ષિતા નું કહેવું છે કે તેમની માતા હવે નથી પણ મારા પિતાજી એ મારા નાના ભાઈ અને દાદા – દાદી ની પણ સંભાળ રાખી.

હર્ષિતા ગોયલ ના સ્ત્રીઓ માટે ના સપના બહુ મોટા છે.

હર્ષિતા ગોયલ નું સપનું હંમેશા સિવિલ સેવા માં જોડાવાનું હતું. હર્ષિતા નું માનવું છે કે દરેક સ્ત્રીઓ માં અપાર શક્તિ હોય છે જે તે ઓળખી નથી શક્તિ. હર્ષિતા નું મુખ્ય લક્ષ્ય સ્ત્રીઓ નું જીવન સુધાર અને સશક્ત બનવાનું છે.

ઝૂંપડપટ્ટી ના બાળકો નું જીવન સુધારવું.

હર્ષિતા નું માનવું છે કે સ્ત્રીઓ પોતાના પરિવાર નું નામ આગળ વધારી શકે છે એના સિવાય ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકો માટે કામ કરી ને સરકારી સુવિધાની લાભ અપાવી શકે અને તેમનું જીવન ધોરણ સુધરી શકે.

Related Post