દુબઈ(DUBAI) ના લોકો આટલા અમીર કેમ છે ?
દુબઈ (DUBAI)એ સયુક્ત અરબ અમીરાત(UAE) નું એક ખુબજ આકર્ષક શહેર છે, જેની ઓળખ આજે સમગ્ર વિશ્વમાં અતિશય ધનિક અને ભવ્ય જીવનશૈલી માટે થાય છે. દુબઈ માં લેક્ઝરી કાર, ઊંચી ઇમારતો,ભવ્ય મૉલ, ટુરિઝમ અને અતિશય ધનિક લોકો જોવા મળે છે. દુનિયાભર ના લોકો માટે દુબઈ ધનિક જીવન શૈલી એક પ્રતીક બની ગયું છે.
૧. કાચું તેલ (crude oil) – અમીરી નો મુખ્ય સ્ત્રોત

૧. કાચા તેલ – (crude oil) અમીરી નો મુખ્ય સ્રોત.
દુબઈ(DUBAI) ના લોકોની અમીરી પાછળ સૌથી મોટો કારણ એ છે કે તેમની પાસે અતિશય માત્રા માં ક્રૂડ ઓઇલ (crude oil) નો ખજાનો છે. ૧૯૬૦ પહેલા દુબઈ એક સામાન્ય માછીમારી અને ખજૂર વેચવાનું ગામ હતું. લોકો નો મુખ્ય ધંધો માછીમારી,ખજૂર વેચાણ અને નાના મોટા વેપાર ના જ હતા.
પરંતુ ૧૯૬૬ માં જ્યારે દુબઈ માં ક્રૂડ ઓઇલ મળી આવ્યું ત્યારે સમગ્ર દુબઈ ના નસીબ બદલાઈ ગયા. દુબઈ ના શાસક શેખ “રસીદ બિન સઈદ અલ મક્તુમ એ આ તક ને ઓળખી અને તેલ ઉદ્યોગ માં ભારે રોકાણ કર્યું. દુનિયાભર તેલ ની માંગ ખુબજ વધારે છે, અને દુબઈમાં તેલ નો ખજાનો મળતા તેમનો આર્થિક વિકાસ ઝડપથી સારું થયો.
ઓઇલ ના નફા:
- દુબઈ(DUBAI) એ કરોડો ડોલર ની કિંમત ના ક્રૂડ ઓઇલ નિકાસ (export) કરવાનું શરૂ કર્યું.
- તેલ માંથી મળેલી આવક ને દેશના વિકાસ માં ઉપયોગ માં લીધી.
- આખા દુબઈને આધુનિક બનાવવા ની યાત્રા એ ખનીજ તેલ માંથી શરૂ થઈ.
૨. ટુરિઝમ (tourism ) – દુનિયાભર માં દુબઈ ની ઓળખ.
તેલ ના નફા દ્વારા દુબઈ (DUBAI)એ પોતાના ઇનફ્રાસ્ટ્રક્ચર (મૂળભૂત સુવિધાઓ) અને ટુરિઝમના જબરદસ્ત વિકાસ કર્યો. તેમને વિશ્વ માં નામના મેળવવા માટે દુબઈ ને વિશ્વ નો સૌથી સુંદર અને વૈભવી શહેર બનાવવાનું સપનું જોયું.

બુર્જ ખલીફા (burj khalifa)
- દુનિયા ની સૌથી ઊંચી ઇમારત
- લાખો પ્રવાસીઓ અહીં આવે છે
- માત્ર આ એક ઇમારત દ્વારા દુબઈ કરોડો ડોલર કમાય છે
દુબઈ મોલ. (Dubai Mall)

- દુનિયાનો સૌથી મોટો શોપિંગ મોલ અહીંયા છે
- અહીં કરોડો લોકો શોપિંગ કરવા માટે આવે છે
- દુબઈ ની આવક માં મોટી આવક મોલ માંથી થાય છે.
ટુરિઝમ.

- દુબઈ (DUBAI)વિશ્વ માં ટુરિઝમ હબ તરીકે ઓળખાય છે
- દુનિયા થી લાખો લોકો દુબઈ માં ફરવા માટે પસંદ કરે છે
- દુબઈ સરકારે ટુરિઝમ માટે બહુ વધારે મહેનત કરી છે.
- દુબઈ માં અમીરી પાછળ નું કારણ એ પણ છે કે દુબઈ માં વ્યક્તિગત આવક પર ટેક્સ લાગતો નથી.
- કોઈ વ્યક્તિ દુબઈ માં રોજગાર કરે છે અથવા પોતાનો વ્યવસાય ચલાવે છે તો તેના નફા પર કોઈ ટેક્સ ભરવો પડતો નથી.
- અહીં કંપની ઓ ઓછા ફી માં લાયસન્સ મેળવી શકે છે
- આ કારણસર દુનિયાભર ના મોટા બિઝનેસ મેન અને રોકાણકારો દુબઈ માં રોકાણ કરવા આગળ આવે છે.
રિયલ એસ્ટેટ .

- દુબઈ (DUBAI)માં મિલકત માં વિદેશી રોકાણકારો માટે જમીન અને પ્રોપર્ટી ખરીદવાનું સાવ સરળ છે.
- લાખો લોકો દુબઈ માં ઘર,ફ્લેટ, ઓફિસ કે હોટેલ ખરીદે છે.
- તેના કારણે દુબઈ ને પ્રોપર્ટી માં કરોડો ની આવક થાય છે.
વિમાની સેવા.

- દુબઈ (DUBAI)માં દુનિયાની સૌથી મોટી વિમાન કંપની (Emirates Airlines) શરૂ કરી.
- દરોજ લાકો લોકો દુબઈ આવતા- જતા રહે છે.
- વિશ્વભર ના ટુરિસ્ટ ને દુબઈ લાવવા માટે અમીરાત એરલાઈન નો ખુબજ મોટું યોગદાન છે.
ગોલ્ડ બિઝનેશ.

- દુબઈ (DUBAI)વિશ્વ માં સૌથી મોટું ગોલ્ડ માર્કેટ ધરાવે છે.
- લોકો ગોલ્ડ ખરીદવા પણ દુબઈ આવે છે.
- ગોલ્ડ અને ડાયમંડ માં પણ દુબઈ અગ્રેસર છે.
- દુબઈ માં ટેકનોલોજી અને સ્ટાર્ટ અપ ઉદ્યોગ માં મોટું રોકાણ છે
- ટેક કંપનીઓ દુબઈ માં હેડક્વાટર ખોલે છે.
દુબઈ ના લોકો ની અમીરી પાછળ ઘણા કારણો છે. ઓઇલ નો નફો, ટુરિઝમ, ગોલ્ડ બિઝનેશ, રિયલ એસ્ટેટ, ટેક્સ ફ્રી અર્થતંત્ર છે. “દુબઈ ને ધન નો રાજા” પણ કહેવામાં આવે છે.