Mon. Dec 23rd, 2024

ઓછું ભણેલો હોવાને કારણે લોકો તેને કહેતા કે તું ધંધો કેવી રીતે કરીશ ? શાર્ક ટેન્ક ઈન્ડિયા સિજન-3 ગુજરાત ના આદિલ કાદરી એ બનાવી 100 કરોડ ની કંપની.

ઓછું ભણેલો હોવાને કારણે લોકો તેને કહેતા કે તું ધંધો કેવી રીતે કરીશ ? સોની ટીવી પર આવતા  શાર્ક ટેન્ક ઈન્ડિયા સિજન-3 શૉ માં નવા સ્ટાર્ટ અપ આઇડિયા માં આદિલ કાદરી એ શાર્ક ટેન્ક ના જજીશ સામે પોતાના વિચારો રજૂ કર્યા।

 

શાર્ક ટેન્ક ઈન્ડિયા સિજન-3:

 

શાર્ક ટેન્ક ઈન્ડિયા ના સિજન -3 ની શરૂઆત થઈ ગઈ છે, આ સિજન માં પણ ઘણા નવા સ્ટાર્ટ અપ આઇડિયા લઈ ને લોકો આવી રહ્યા છે, પ્રથમ શો માં કુલ 3 સ્ટાર્ટ અપ એ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમના એક આદિલ કાદરી હતા. આદિલ કાદરીએ પોતાના સ્ટાર્ટ અપ ને પોતાના નામ થી સારું કર્યું છે.

2019 માં આદિલ કાદરી એ પોતાનો ધંધો સારું કર્યો હતો. આદિલ ઓછું ભણેલો હોવાને કારણે તે આગળ નહીં વધી શકે એવું લોકો માનતા હતા, પણ આદિલે સાબિત કરી બતાવ્યુ કે પોતાના માં હુનર અને કઈ કરી છૂટવાની ઈચ્છા હોય તો તેને કોઈ રોકી શકતું નથી.

 

ધંધા નું જ્ઞાન:

 

આદિલ ના પિતા વર્ષો થી પરફ્યુમ ની શોપ માં કામ કરતાં હતા, જેમાં બોટલ માં અત્તર પર્ફ્યુમ ભરી આપવાની પદ્ધતિ હતી, જેના કારણે સુગંધ માં ફેરફાર થતાં રહેતા. આ બધુ જોઈ ને આદિલ કાદરી એ પોતાની બ્રાન્ડ સારું કરી. આદિલ નું માનવું છે કે તેના શહેરે તેને ત્રણ બાબતો શીખવી. ધંધા નું જ્ઞાન,સુગંધ ની ઓળખ અને તકલીફ માં કઈ રીતે આગળ વધવું.

 

શાર્ક ટેન્ક ઈન્ડિયા સિજન-3 આદિલ કાદરી બ્રાન્ડ માં વિનિતા સિંઘ એ કર્યું રોકાણ:

 

શાર્ક ટેન્ક ઈન્ડિયા સિજન-3  માં આદિલે 200 કરોડ ના વેલ્યુસન પર 0.5 ટકા ઇક્વિટી ના બદલા માં માંગ્યા હતા, શાર્ક ના જજીશ માં માત્ર વિનિતા સિંઘ એ આદિલ કાદરી માં ઇન્વેસ્ટ કરવાનો રસ દાખવ્યો, વિનિતા એ 1 કરોડ ના બદલામાં 1 ટકા ઇક્વિટી માંગી ને તેના ધંધા નું 100 કરોડ મૂલ્ય આકયું હતું.

 

નાનપણ માં બીમારી ને કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો.

આદિલ ને નાનપણ માં જ અભ્યાસ છોડવો પડ્યો હતો તે અસ્થમા માં થી હેરાન હતો. તેને 5 માં ધોરણ થી અભ્યાસ છોડી દીધો હતો. 2005 પછી તેને ઘણા બધા કોર્સ કર્યા. 2014 માં તેને SEO  સર્ચ ઓપ્ટિમય વીસે જાણ્યું. અને તેને SEO  પર કામ કરવાનું શરૂ કર્યું. તેને ઘણી D2C વેબસાઇટ પર કામ કરવાનું શરૂ કર્યું.

 

પરફ્યુમ નો ધંધો:

પહેલા લોકો પરફ્યુમ ની બોટલ લોકો ને ગિફ્ટ આપવામાં સંકોચ અનુભવતા હતા, પણ હવે ગિફ્ટ માં હવે ઉપયોગ થાય છે. હવે પરફ્યુમ ની પેકેજિંગ પણ પ્રીમિયમ હોય છે. આદિલ અત્યારે ના સમય માં દરોજ 3000 ઓડર ની પ્રકીર્યા પૂર્ણ કરે છે, અને અત્યાર સુધી તેને 10 લાખ થી વધારે ઓડર પૂરા કર્યા છે.

 

ઓનલાઇન વેબસાઇટ ફ્લીપ્કાર્ટ પરફ્યુમ રેટિંગ મે બેસ્ટ સેલર છે:

આદિલ કાદરી પરફ્યુમ એમેજોન અને ફ્લિપ્ટ્કાર્ટ પર બેસ્ટ સેલર છે, તેના વધારે પડતાં ગ્રાહકો પુરુષો છે.

 

ધંધા માટે નું રોકાણ:

 

હાલ ની પરિસ્થિતી  માં તેને ધંધા માં  નુકસાન થઈ રહ્યું છે,  આદિલ ને તેના ધંધા માં 70 ટકા ગ્રોસ  માર્જિન છે.તેના કારણે વિનિતા એ તેમાં રોકાણ કરવા માટે ની તૈયારી બતાવી છે. આદિલ નું કહેવું છે કે અત્યાર સુધી તેને પોતાના ધંધા માટે કોઈ ના જોડે રૂપિયા લીધા નથી, પરંતુ બે અલગ-અલગ NBFC પાસેથી 2 અને 4 કરોડ ની લોન લીધી છે. આ લોન ચૂકવા માટે તે ફરીથી લોન લેવા માટે અને શાર્ક ટેન્ક ઈન્ડિયા સિજન-3 નો ઉપયોગ કરવા માંગે છે.

 

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 - 
Arabic
 - 
ar
Bengali
 - 
bn
German
 - 
de
English
 - 
en
French
 - 
fr
Hindi
 - 
hi
Indonesian
 - 
id
Portuguese
 - 
pt
Russian
 - 
ru
Spanish
 - 
es