એરપોર્ટ રનવે પર બની છે 2 લોકો ની કબ્ર કારણ પણ ગજબ નું છે.
અમેરિકા માં ” સવાના હિલ્ટન એરપોર્ટ ” જે એક ખાસ કારણ થી જાણવામાં આવે છે અને એ કારણ છે રનવે ના વચે બનેલી 2 લોકો ની કબ્ર.વર્ષો થી કબ્ર બનેલી છે જેને હટાવવા માં નથી આવી એનું કારણ પણ જાણી ને નવાઈ લાગે એવું છે.
આપણે જાણીએ છીએ કે એરપોર્ટ બનાવવા માટે કેટલી જમીન ની જરૂર પડે છે. એટ્લે એરપોર્ટ એવી જગ્યાએ બનાવા માં આવે છે જ્યાં પૂરતા પ્રમાણ માં ખુલી અને વિશાળ જગ્યા હોય અને એ જગ્યા સરકાર ની ના હોય તો પછી સરકાર એ જગ્યા ખરીદે છે, એટ્લે એના પછી એના પર લોકો નો કોઈ અધિકાર રહેતો નથી. સરકાર પછી એના પર કઈ પણ કરી શકે છે, પણ અત્યારે જમીન ના લાગતો એવો મુદ્દો સામે આવ્યો છે કે બધા લોકો હેરાન છે.
સવાના હિલ્ટન હેડ એરપોર્ટ.
અમેરિકા માં સવાના નામ નું શહેર માં ” સવાના હિલ્ટન હેડ” નામનું એરપોર્ટ છે. આ એરપોર્ટ ના રનવે પર 2 આકૃતિ દેખાય છે, બહુ ઓછા લોકો જાણે છે કે આ આકૃતિ કેમ બનાવમાં આવી છે. લેડબાઈબલ ની રિપોર્ટ ના અનુસાર આ આકૃતિ 2 કબ્ર ની છે, જે 10 અને 28 નંબર રનવે ના કિનારા પર બનાવી છે, તમે પણ વિચારી રહ્યા હસો કે રન વે પર કબ્ર કેમ બની છે,એના પાછળ ની વાત દિલચસ્પ અને અજીબ છે.
એરપોર્ટ રનવે આ કબ્ર છે કોની ?
આ એરપોર્ટ રનવે જે જમીન પર બન્યું છે એ જમીન પહેલા કેથરિન અને રિચડ દાટસન ની હતી. રિપોર્ટ પ્રમાણે આ જોડા નો જન્મ 1799 માં થયો હતો.વર્ષ 1877 માં કેથરિન અને 7 વર્ષ પછી રિચેર્ડ ના મૃત્યુ પહેલા પોતાના 50 વર્ષ ના લગ્નગાળા માં આમને ચેરોકી હિલ ના નામ થી જાણીતી આ જમીન પર ખેતી કરી હતી, એમના મૃત્યુ પછી એમને આ જગ્યા પર દાટવામાં આવ્યા હતા, અને વર્ષો પછી બીજું વિશ્વ યુદ્ધ થવાની તૈયારી માં હતું. એ સમય ની સેના એ પોતાના “બી-24” લિબ્રેટેસ B-17 ફ્લાઇંગ ફોટ્રેસ ઉતારવા માટે જગ્યા ની જરૂરત હતી અને આ જગ્યા કબ્રસ્તાન ની ઉપર હતી.
કબ્ર કેમ હટાવવામાં ના આવી ?
એરપોર્ટ રનવે બનાવવા માટે સેના એ લગભગ બધી કબ્રો બોનવેચર કબરીસ્તાન માં ફેરબદલ કરવામાં આવી, પણ કેથરિન, રિચડ દાટસન અને એમના સગાવહાલાઓ ની કબ્ર ને ત્યાં જ રહેવા દેવા માં આવી, કારણ કે એમના સગાવહાલો એમની કબ્રો બીજી જગ્યાએ લઈ જવામાં માન્ય ન હતા, એમનું માનવું હતું કે કેથરિન અને રિચેર્ડ આ જમીન પર હમેશા રહેવા માંગશે। જેના પર તેમણે વર્ષો થી મહેનત કરી ને ખેતી કરી છે, એટલા માટે એમની કબ્ર પર રનવે બનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, ત્યારથી લઈ ને અત્યારસુધી આ એરપોર્ટ ને ખાસ કારણ થી ઓળખવામાં આવે છે.